Weight | 67 g |
---|---|
Author : | Shripad Damodar Satwalekar |
Pages : | 27 |
Edition : | First |
Publishing Year : | 2025 |
Language : | Gujarati |
Binding : | Soft Binding |
Publisher : | Swadhyay Mandal |
હિંદુ સંઘટન-Hindu sanghatan
પરિચય
‘હિંદુ સંઘટન’ આ પુસ્તક હિંદુઓની સંઘટન શક્તિમાં નવો પ્રાણ પૂરીને ચેતના જગવાનારું પુસ્તક છે. संघे शक्ति कलोयुगे ની ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારું છે. હજારો વર્ષોથી આપણી પાસે ધન, સાધન, સંપત્તિ, વ્યક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, તકનીકી, વારસો, નીતિઓ, બળ, બુદ્ધિ, કુદરતી સંપદાઓ, વ્યવસ્થાઓ વગેરેમાંથી કોઈપણ બાબતનો અભાવ નથી. છતાંય પણ આપણે કંઈ કેટલાની ગુલામીઓ, અસહનીય યાતનાઓ ભોગવી અને આજે પણ આપણે આપણું પૂર્ણ હિન્દવી સ્વરાજ્ય પ્રાપ્ત કરી શક્યા નથી ! તેનું કારણ છે આપણા ઐક્યનો અભાવ ! છેલ્લા હજાર વર્ષથી આપણે બધું ભણ્યા પરંતુ, આપણે ઐક્યના પાઠ ભણ્યા નથી અને જે કંઈ આપણી દુર્દશા થઇ છે અને થઇ રહી છે તેનું એકમેવ કારણ છે આપણામાં ઐક્યનો અભાવ.
યજ્ઞ – સંગતીકરણ, મૈત્રીકરણ, દેવપૂજા અને દાનના આદર્શ પર ઉભેલી આપણી હિંદુ સનાતન સંસ્કૃતિ તેમજ મેધાજનન, સંગઠન અને વિજયની નીતિ પર આધારિત આપણું વૈદિક સ્વરાજ્ય આપણા ઐક્યના અભાવે જ આપણાથી દુર થયું છે. ત્યારે આ પુસ્તક આપણી સંઘટનાનો અભાવ, તેના કારણો, તેના ત્વરિત તેમજ દુરગામી પરિણામો, સંઘટન શક્તિ, સંઘટન શક્તિ કેવી રીતે થઇ શકે, સંઘટના માટેના આપણા કર્તવ્યો વગેરે વાતોને એવી ઉતમ પદ્ધતિથી અહી જણાવે છે કે વાચક ભાઈઓ બહેનો સરળતાથી સમજી શકશે. આ પુસ્તક હિંદની પ્રજા વાંચશે, જીવનમાં ઉતારીને વ્યવહારમાં લાવશે તો હિન્દુસ્થાનની સંઘટના થતા કોઈ રોકી શકશે નહી.
પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. સહુ હિંદુ, સનાતની, ભારતીય ભાઈ બહેનો સુધી આ ઐક્યના તત્વને સાહિત્ય સ્વરૂપે પહોચાડવાનું ભગીરથ કાર્ય આરંભ કર્યું છે ત્યારે ‘અખંડ હિંદુ સંઘટના’ ના આ મહાયજ્ઞમાં આપ સહુ સહભાગી થશો તો ભગવાન વેદનારાયણ, અગણિત વીર વીરાંગનાઓ, સંતો, ઋષિઓ, મહાપુરુષો, સતીઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી ગણાશે.
નિવેદન
સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી
₹ 60.00
100 in stock
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “હિંદુ સંઘટન-Hindu sanghatan”