પરિચય
હિંદુસ્થાન અખંડ જ હોય! અખંડ હોય એ જ આપણું હિંદુસ્થાન છે. આઝાદ ભારતમાં અખંડ હિંદુસ્થાનની પ્રાપ્તિ જ આપણું પરમ લક્ષ્ય છે અને હિંદુસ્થાન માટે જીવનની આહુતિ આપનારી મહાન હુતાત્માઓને સાચા અર્થની શ્રદ્ધાંજલિ છે, કૃતજ્ઞતા છે.
આ માટીના કણકણથી નિર્મિત સહુનું કર્તવ્ય છે કે હિંદુસ્થાન અખંડ બને. અખંડ હિંદુસ્થાન જ આપણું મૂળભૂત અને પૂર્ણ સ્વરૂપ છે. અખંડ હિંદુસ્થાન જ શિવ છે, શક્તિ છે, નારાયણ છે, સૂર્ય છે, ગણેશ છે, આપણો આત્મા છે, સનાતન છે, વૈભવ છે, શોભા છે, આપણું પૂર્ણ સ્વરૂપ અને આપણું સર્વસ્વ છે.
અખંડ હિંદુસ્થાન પુસ્તક દ્વારા આર્યાવર્ત, ભારત, હિંદુસ્થાનની ભૌગોલિક અને ભાવનિક એમ પૂર્ણ સ્વરૂપની સ્પષ્ટ સમજણ આપી છે. દેવતાઓ વડે નિર્માણ થયેલી આ ભૂમિ અને તેના નગરો, ઋષિઓના તપથી વધેલું સત્વ, ભગવદ સ્વરૂપ આ માતૃભૂમિ અખંડ હો. એ જ આપણી શિવ શક્તિ સ્વરૂપા છે. અમે તેના જ ભક્ત છીએ, તેને જ અમે માં કહીને હાંક મારી છે અને તે જ ખંડિત હો એ અમારા માટે અસહનીય છે. તેમજ તેનું અખંડત્વ અને આપણી એકતાનું અખંડ હોવામાં જ આપણી શોભા છે.
અખંડ હિંદુસ્થાનનું સ્પષ્ટ ચિત્રણ અને સમજણ આપનારા આ પુસ્તકનું અધ્યયન કરનારા દરેક વ્યક્તિના મનમાં એકવાર તો અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના ધ્યેયનું જાગરણ અવશ્ય થશે જ. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણને સહુને અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના લક્ષ્યનું વળગણ થાય તેવી ભાવનાથી લખાયેલું અને પ્રકાશિત થયેલું આ પુસ્તક દરેક વ્યક્તિ સુધી પહોચે તેવી પ્રાર્થના.
નિવેદન
સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી
Be the first to review “मेघाजनन,संगठन और विजय-Meghajanan Sangathan Aur Vijay”