પરિચય
ધ્વજ એ કોઈપણ રાષ્ટ્ર, સંસ્થા, સમૂહ, વિચાર, યૌદ્ધાની કીર્તિ અને સ્વાભિમાનનું સ્વરૂપ હોય છે. રાષ્ટ્રની કીર્તિ, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા, સૌંદર્ય, બળની વિજય પતાકા હંમેશા લહેરાતી રહે એ પ્રત્યેક રાષ્ટ્રની અને તે રાષ્ટ્રના લોકોની સહ્રદય લાગણી અને દ્રઢ ભાવના હોય છે.
આર્ય એટલે શ્રેષ્ઠ અને આર્ય એટલે તેમનું બધું જ શ્રેષ્ઠ. આર્યાવર્તની આ ભૂમિમાં અનેક રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો આવ્યા અને ઉત્તમ શાસનથી પ્રજાને સુખી કરીને દેવલોક પ્રાપ્ત કર્યો. અનેક પાશવી અને પરદેશી સત્તાઓ આ દેશમાં આવી પરંતુ આ દેશની અસ્મિતાનો ધ્વજ હંમેશાથી ભગવો જ રહ્યો છે. દરેક રીતે સામર્થ્યવાન એવું આ આર્યાવર્ત પૂર્ણ દ્રઢતા સાથે માને છે કે અમારા પાયામાં વેદના વિચારો, ઋષિઓ, વીર વીરાંગનાઓ, સંતો અને સતીઓ છે. અહીં પદ પદ પર ક્રાંતિ અને માનવતાની પ્રાપ્તિ માટેના બલિદાનો છે એ દરેકના પ્રતિક સ્વરૂપે આપણે ભગવા ધ્વજને આજકાલ કે થોડા વર્ષોથી નહી, પરંતુ આદિ કાળથી સ્વીકાર્યો છે. ભગવો ધ્વજ એ જ અમારી શાન છે, માન છે, સ્વાભિમાન છે. એ ધ્વજ તળે જ અનેક લોકોના બલિદાનો અને અમારો ભવ્ય વારસો રચાયો છે, જે અમારા જીવવામાં અને વિકસિત થવામાં માર્ગદર્શક છે. આ ભગવો ધ્વજ એ જ અમારો પ્રાણ છે, ચેતના છે, કીર્તિ છે.
આવી અસ્મિતા જગવાનારું આ પુસ્તક છે કે જેનું અધ્યયન કરીને આર્ય વ્યક્તિઓમાં ભગવા ધ્વજ પ્રતિ સભાનતા અને ગૌરવ વધશે. તેવા ભાવથી આ પુસ્તકનું પ્રકાશન સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા કરવામાં આવ્યું છે જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ.
ભગવો ધ્વજ જ શા માટે? શું ભગવો ધ્વજ પહેલાથી જ છે કે ત્યારબાદ અમુક ધર્મના આગ્રહીઓના આગ્રહથી રાખવામાં આવ્યો છે? શું આજે પણ આપણો ધ્વજ ભગવો જ છે? શું ભગવો ધ્વજ માત્ર આપણા હિંદુઓનો જ છે? શું આ આર્યાવર્ત મુખ્યત્વે મૂળભૂત રીતે હિંદુઓનું નથી? શું દેવતાઓનો ધ્વજ પણ આ ભગવો ધ્વજ જ છે? ભગવા ધ્વજનું વર્ણન વેદોમાં છે? ભગવા ધ્વજ માટે આપણની દ્રઢતા, સમજણ વધારના અને ગૌરવ પમાડે એવા દરેક પ્રશ્નોના ઉતરો પાઠકોને આ ‘આર્યોનો ભગવો ધ્વજ’ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઇ શકશે એવી અમારી દ્રઢ ધારણા છે.
નિવેદન
સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી
Be the first to review “मेघाजनन,संगठन और विजय-Meghajanan Sangathan Aur Vijay”