Weight | 37 g |
---|---|
Author : | Shripad Damodar Satwalekar |
Pages : | 16 |
Publishing Year : | 2000 |
Language : | Gujarati |
Binding : | Soft Binding |
Publisher : | Swadhyay Mandal |
Condition : | Poor Condition |
Related products
-
આર્યોનો ભગવો ધ્વજ-Aaryono Bhagvo Dhvaj
પરિચયધ્વજ એ કોઈપણ રાષ્ટ્ર, સંસ્થા, સમૂહ, વિચાર, યૌદ્ધાની કીર્તિ અને સ્વાભિમાનનું સ્વરૂપ હોય છે. રાષ્ટ્રની કીર્તિ, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા, સૌંદર્ય, બળની વિજય પતાકા હંમેશા લહેરાતી રહે એ પ્રત્યેક રાષ્ટ્રની અને તે રાષ્ટ્રના લોકોની સહ્રદય લાગણી અને દ્રઢ ભાવના હોય છે.આર્ય એટલે શ્રેષ્ઠ અને આર્ય એટલે તેમનું બધું જ શ્રેષ્ઠ. આર્યાવર્તની આ ભૂમિમાં અનેક રાજાઓ, ચક્રવર્તી સમ્રાટો આવ્યા અને ઉત્તમ શાસનથી પ્રજાને સુખી કરીને દેવલોક પ્રાપ્ત કર્યો. અનેક પાશવી અને પરદેશી સત્તાઓ આ દેશમાં આવી પરંતુ આ દેશની અસ્મિતાનો ધ્વજ હંમેશાથી ભગવો જ રહ્યો છે. દરેક રીતે સામર્થ્યવાન એવું આ આર્યાવર્ત પૂર્ણ દ્રઢતા સાથે માને છે કે અમારા પાયામાં વેદના વિચારો, ઋષિઓ, વીર વીરાંગનાઓ, સંતો અને સતીઓ છે. અહીં પદ પદ પર ક્રાંતિ અને માનવતાની પ્રાપ્તિ માટેના બલિદાનો છે એ દરેકના પ્રતિક સ્વરૂપે આપણે ભગવા ધ્વજને આજકાલ કે થોડા વર્ષોથી નહી, પરંતુ આદિ કાળથી સ્વીકાર્યો છે. ભગવો ધ્વજ એ જ અમારી શાન છે, માન છે, સ્વાભિમાન છે. એ ધ્વજ તળે જ અનેક લોકોના બલિદાનો અને અમારો ભવ્ય વારસો રચાયો છે, જે અમારા જીવવામાં અને વિકસિત થવામાં માર્ગદર્શક છે. આ ભગવો ધ્વજ એ જ અમારો પ્રાણ છે, ચેતના છે, કીર્તિ છે.આવી અસ્મિતા જગવાનારું આ પુસ્તક છે કે જેનું અધ્યયન કરીને આર્ય વ્યક્તિઓમાં ભગવા ધ્વજ પ્રતિ સભાનતા અને ગૌરવ વધશે. તેવા ભાવથી આ પુસ્તકનું પ્રકાશન સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા કરવામાં આવ્યું છે જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ.ભગવો ધ્વજ જ શા માટે? શું ભગવો ધ્વજ પહેલાથી જ છે કે ત્યારબાદ અમુક ધર્મના આગ્રહીઓના આગ્રહથી રાખવામાં આવ્યો છે? શું આજે પણ આપણો ધ્વજ ભગવો જ છે? શું ભગવો ધ્વજ માત્ર આપણા હિંદુઓનો જ છે? શું આ આર્યાવર્ત મુખ્યત્વે મૂળભૂત રીતે હિંદુઓનું નથી? શું દેવતાઓનો ધ્વજ પણ આ ભગવો ધ્વજ જ છે? ભગવા ધ્વજનું વર્ણન વેદોમાં છે? ભગવા ધ્વજ માટે આપણની દ્રઢતા, સમજણ વધારના અને ગૌરવ પમાડે એવા દરેક પ્રશ્નોના ઉતરો પાઠકોને આ ‘આર્યોનો ભગવો ધ્વજ’ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઇ શકશે એવી અમારી દ્રઢ ધારણા છે.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
અખંડ હિંદુસ્તાન-Akhand Hindustan
પરિચયહિંદુસ્થાન અખંડ જ હોય! અખંડ હોય એ જ આપણું હિંદુસ્થાન છે. આઝાદ ભારતમાં અખંડ હિંદુસ્થાનની પ્રાપ્તિ જ આપણું પરમ લક્ષ્ય છે અને હિંદુસ્થાન માટે જીવનની આહુતિ આપનારી મહાન હુતાત્માઓને સાચા અર્થની શ્રદ્ધાંજલિ છે, કૃતજ્ઞતા છે.આ માટીના કણકણથી નિર્મિત સહુનું કર્તવ્ય છે કે હિંદુસ્થાન અખંડ બને. અખંડ હિંદુસ્થાન જ આપણું મૂળભૂત અને પૂર્ણ સ્વરૂપ છે. અખંડ હિંદુસ્થાન જ શિવ છે, શક્તિ છે, નારાયણ છે, સૂર્ય છે, ગણેશ છે, આપણો આત્મા છે, સનાતન છે, વૈભવ છે, શોભા છે, આપણું પૂર્ણ સ્વરૂપ અને આપણું સર્વસ્વ છે.અખંડ હિંદુસ્થાન પુસ્તક દ્વારા આર્યાવર્ત, ભારત, હિંદુસ્થાનની ભૌગોલિક અને ભાવનિક એમ પૂર્ણ સ્વરૂપની સ્પષ્ટ સમજણ આપી છે. દેવતાઓ વડે નિર્માણ થયેલી આ ભૂમિ અને તેના નગરો, ઋષિઓના તપથી વધેલું સત્વ, ભગવદ સ્વરૂપ આ માતૃભૂમિ અખંડ હો. એ જ આપણી શિવ શક્તિ સ્વરૂપા છે. અમે તેના જ ભક્ત છીએ, તેને જ અમે માં કહીને હાંક મારી છે અને તે જ ખંડિત હો એ અમારા માટે અસહનીય છે. તેમજ તેનું અખંડત્વ અને આપણી એકતાનું અખંડ હોવામાં જ આપણી શોભા છે.અખંડ હિંદુસ્થાનનું સ્પષ્ટ ચિત્રણ અને સમજણ આપનારા આ પુસ્તકનું અધ્યયન કરનારા દરેક વ્યક્તિના મનમાં એકવાર તો અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના ધ્યેયનું જાગરણ અવશ્ય થશે જ. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણને સહુને અખંડ હિંદુસ્થાન પ્રાપ્તિના લક્ષ્યનું વળગણ થાય તેવી ભાવનાથી લખાયેલું અને પ્રકાશિત થયેલું આ પુસ્તક દરેક વ્યક્તિ સુધી પહોચે તેવી પ્રાર્થના.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
अखण्ड हिन्दुस्थान-Akhand Hindustan
निवेदन
स्वाध्याय मण्डल, किल्ला पारडी -
હિંદુ સંઘટન-Hindu sanghatan
પરિચય‘હિંદુ સંઘટન’ આ પુસ્તક હિંદુઓની સંઘટન શક્તિમાં નવો પ્રાણ પૂરીને ચેતના જગવાનારું પુસ્તક છે. संघे शक्ति कलोयुगे ની ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારું છે. હજારો વર્ષોથી આપણી પાસે ધન, સાધન, સંપત્તિ, વ્યક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, તકનીકી, વારસો, નીતિઓ, બળ, બુદ્ધિ, કુદરતી સંપદાઓ, વ્યવસ્થાઓ વગેરેમાંથી કોઈપણ બાબતનો અભાવ નથી. છતાંય પણ આપણે કંઈ કેટલાની ગુલામીઓ, અસહનીય યાતનાઓ ભોગવી અને આજે પણ આપણે આપણું પૂર્ણ હિન્દવી સ્વરાજ્ય પ્રાપ્ત કરી શક્યા નથી ! તેનું કારણ છે આપણા ઐક્યનો અભાવ ! છેલ્લા હજાર વર્ષથી આપણે બધું ભણ્યા પરંતુ, આપણે ઐક્યના પાઠ ભણ્યા નથી અને જે કંઈ આપણી દુર્દશા થઇ છે અને થઇ રહી છે તેનું એકમેવ કારણ છે આપણામાં ઐક્યનો અભાવ.યજ્ઞ – સંગતીકરણ, મૈત્રીકરણ, દેવપૂજા અને દાનના આદર્શ પર ઉભેલી આપણી હિંદુ સનાતન સંસ્કૃતિ તેમજ મેધાજનન, સંગઠન અને વિજયની નીતિ પર આધારિત આપણું વૈદિક સ્વરાજ્ય આપણા ઐક્યના અભાવે જ આપણાથી દુર થયું છે. ત્યારે આ પુસ્તક આપણી સંઘટનાનો અભાવ, તેના કારણો, તેના ત્વરિત તેમજ દુરગામી પરિણામો, સંઘટન શક્તિ, સંઘટન શક્તિ કેવી રીતે થઇ શકે, સંઘટના માટેના આપણા કર્તવ્યો વગેરે વાતોને એવી ઉતમ પદ્ધતિથી અહી જણાવે છે કે વાચક ભાઈઓ બહેનો સરળતાથી સમજી શકશે. આ પુસ્તક હિંદની પ્રજા વાંચશે, જીવનમાં ઉતારીને વ્યવહારમાં લાવશે તો હિન્દુસ્થાનની સંઘટના થતા કોઈ રોકી શકશે નહી.પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર નિર્મિત સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી દ્વારા આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરતી વખતે અમને ખુબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે. સહુ હિંદુ, સનાતની, ભારતીય ભાઈ બહેનો સુધી આ ઐક્યના તત્વને સાહિત્ય સ્વરૂપે પહોચાડવાનું ભગીરથ કાર્ય આરંભ કર્યું છે ત્યારે ‘અખંડ હિંદુ સંઘટના’ ના આ મહાયજ્ઞમાં આપ સહુ સહભાગી થશો તો ભગવાન વેદનારાયણ, અગણિત વીર વીરાંગનાઓ, સંતો, ઋષિઓ, મહાપુરુષો, સતીઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી ગણાશે.નિવેદનસ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી -
ઓમ શાંતિ શાંતિ શાંતિ-Om Shanti Shanti Shanti
Cum sociis natoque penatibus et magnis dis parturient montes, nascetur ridiculus mus. Maecenas vitae viverra risus. Vivamus eget accumsan elit, tincidunt pharetra orci. Maecenas neque mi, porttitor eu ullamcorper nec, aliquet eu nulla. Mauris maximus turpis tellus, vel aliquam neque aliquet accumsan. Maecenas ultrices facilisis libero, eu laoreet mauris. Integer non aliquam sapien, ut auctor sem. Vivamus urna urna, eleifend eget augue sed, pulvinar rutrum enim. Nullam lacinia mauris vel mattis lacinia.
Be the first to review “વૈદિક રાષ્ટ્રગીત-Vaidik Rashtragit”